skip to content
icon icon

FREE SHIPPING above Rs.350!*

Follow Us:

Author
Nobel Hygiene

In This Article

પેશાબ પર અસંયમ અથવા અચાનક પેશાબનો લિકેજ અથવા પેશાબ થઈ જવો એ વૃદ્ધ વ્યક્તિની ઉંમરના કારણે થતી અવસ્થાના કારણે માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં, તે 35 વર્ષથી વધુ ઉંમરના 5 માંથી 1 પુરુષ અને 3 માંથી 1 મહિલાને પ્રભાવિત કરે છે.

આકસ્મિક પેશાબ લિકેજ / અચાનક પેશાબ થઈ જવો એટલે શું છે?/ What are Accidental Urine Leaks? 

આકસ્મિક પેશાબ લિકેજ અથવા પેશાબ પર અસંયમ એ છે જ્યારે વ્યક્તિ પેશાબનો  પ્રવાહને નિયંત્રિત કરી શકતી નથી, અથવા તેને મૂત્રાશયમાંથી બહાર નીકળતા રોકી શકતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ હસતુ  હોય અથવા છીંક આવતી હોય અથવા તે સમયસર ટોઇલેટમાં ન પહોંચી શકતી હોય અથવા તેને ડાયાબિટીસ જેવી તબીબીની અવસ્થા હોય ત્યારે તે બની શકે છે.  

પેશાબ પર અસંયમ એ એકલી સ્થિતિ નથી પરંતુ તે અંદરથી થતી કોઈ સમસ્યાનું લક્ષણ છે. અને એકવાર આ તકલીફની સારવાર થઈ જાય, તો તમે પેશાબના લિકેજને પણ બંધ કરી શકો છો.

પેશાબની વ્યવસ્થા અને અસંયમનો મતલબ સમજવો

અસંયમને સમજવા માટે, પ્રથમ, તમારે એ સમજવું જરૂરી છે કે તમારી પેશાબની વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે. કિડની સતત લોહીને ફિલ્ટર કરે છે અને નકામા ઉત્પાદનો અને વધારાનું પાણી દૂર કરે છે. આ ફિલ્ટર કરેલો કચરો મૂત્રમાર્ગની નીચે મૂત્રાશયમાં જાય છે અને ત્યાં તેનું સંગ્રહ થાય છે.

સ્ફિન્ક્ટર મસલ્સ મૂત્રાશયને બંધ રાખે છે અને પેશાબને લીક થવાથી સ્ફિન્ક્ટર કરે છે. જ્યારે મૂત્રાશય ભરાઈ જાય છે, ત્યારે સ્ફિન્ક્ટર મસલ્સ શિથિલ થઈ જાય છે, મૂત્રાશય સંકુચિત થાય છે, અને તમે પેશાબ કરો છો.

પરંતુ નીચેના સંજોગોમાં તમને અસંયમિતા થઈ શકે છે:

  • નબળા પેલ્વિક ફ્લોર મસલ્સ મૂત્રાશયને સહારો આપવા સક્ષમ હોતા નથી.
  • નબળા સ્ફિન્ક્ટર મસલ્સ ઘણી વાર શિથિલ હોય છે અને થોડો પેશાબ બહાર નીકળી જાય છે.
  • અતિસક્રિય મૂત્રાશયના મસલ્સ અનૈચ્છિક રીતે સંકુચિત થાય છે અને પેશાબ બહાર નીકળી જાય છે.
  • નબળા મૂત્રાશયના મસલ્સ મૂત્રાશયને આખું ખાલી કરી શકતા નથી.

આકસ્મિક પેશાબનો લિકેજ થવું કેટલું સામાન્ય છે?

એવો અંદાજ છે કે વિશ્વભરમાં લગભગ 200 કરોડ લોકો પેશાબની અસંયમના થોડા સ્વરૂપ ધરાવે છે. તેથી, આકસ્મિક પેશાબનું લિકેજ તમે વિચારો છો તેના કરતાં વધુ સામાન્ય છે. તે તમામ જાતિઓને પ્રભાવિત કરે છે પરંતુ સ્ત્રીઓમાં વધુ સામાન્ય હોય છે જેમ કે ગર્ભાવસ્થા, બાળજન્મ અને મેનોપોઝને કારણે હોય છે.

આ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પણ વધુ સામાન્ય હોય છે. કારણ કે તેમની ચેતા ઓછી સંવેદનશીલ બને છે, અને તેઓ તેમના મૂત્રાશયના કાર્ય પર નિયંત્રણ કરી શકતા નથી. 

પુરુષોમાં પેશાબનો લિકેજ અથવા પુરુષનું અસંયમ 

પુરૂષોમાં પેશાબનો લિકેજ, જેને પુરુષના અસંયમ તરીકે પણ કહેવામાં આવે છે, તે ત્યારે થાય છે જ્યારે કોઈ પુરુષ તેના મૂત્રાશયને સારી રીતે નિયંત્રિત કરી શકતો નથી અને તે સામાન્ય રીતે વધુ પડતા સક્રિય મૂત્રાશયને કારણે થાય છે.

આ વિવિધ કારણોસર હોઈ શકે છે, જેમ કે મૂત્રાશયના નબળા મસલ્સ, પ્રોસ્ટેટની સમસ્યાઓ, ચેતા ગુમાવવું, પેલ્વિક વિસ્તારમાં સર્જરી, સ્ટ્રોક, પાર્કિન્સન રોગ અથવા મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવી ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓ અને અન્ય તબીબી પરિસ્થિતિઓ જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા અને ક્રોનિક શ્વસન સમસ્યાઓના કારણે થઈ શકે છે.

આ હસતી વખતે, ઉધરસ આવે તે વખતે અથવા ભારે વજન ઉપાડતી વખતે થઈ શકે છે. સારવારના વિકલ્પોમાં કસરતો, દવા અને ક્યારેક સર્જરી પણ કરાવી પડે છે.

સ્ત્રીઓમાં પેશાબનો લિકેજ અથવા સ્ત્રીની અસંયમ

સ્ત્રીઓમાં પેશાબનો લિકેજ સ્ત્રીના અસંયમ તરીકે પણ કહેવામાં આવે છે. તે વધુ પડતા સક્રિય મૂત્રાશયને કારણે અથવા તણાવની અસંયમને કારણે થાય છે. સ્ત્રીઓને તેમના શરીરની રચના, શરીરવિજ્ઞાન અને/અથવા જૈવિક પ્રક્રિયાઓને લગતા અનેક પરિબળોને કારણે પેશાબનો લિકેજ થવાની સંભાવના વધારે હોય છે. અસંયમના કારણોમાં નીચેની બાબતો શામેલ છે:

  • બાળજન્મ
  • મેનોપોઝ
  • પેલ્વિક ફ્લોર મસલ્સ નબળા
  • પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ (યુટીઆઈ)

આ છીંકતી વખતે, હસતી વખતે અથવા કસરત કરતી વખતે પેશાબનો લિકેજ થવામાં પરિણમી શકે છે. સારવારમાં પેલ્વિક ફ્લોરની કસરતો, જીવનશૈલીમાં ફેરફાર, દવાઓ અથવા ક્યારેક સર્જરી પણ કરાવી પડી શકે છે.

અચાનક પેશાબના લિકેજના મુખ્ય પ્રકારો કયા છે? 

અચાનક પેશાબના લિકેજને વ્યાપક રીતે લિકેજની માત્રા અને કારણના આધારે કેટલીક શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. 

  • તનાવઅસંયમ:/ Stress Incontinence:

જ્યારે કોઈ વ્યક્તિ છીંક ખાય છે, હસે છે, કોઈ ભારે વસ્તુ ઉપાડે છે અથવા મૂત્રાશય પર દબાણ આવે તેવી પ્રવૃત્તિઓ કરે છે ત્યારે આ અનુભવ લિકેજનો સંદર્ભ આપે છે.

મૂત્રાશયના ખોલવાને બંધ કરવાને નિયંત્રિત કરતા મસલ્સના નબળા પડવાના કારણે થાય છે. 

નાના લિકેજમાં પરિણામો - સ્પ્લેટરમાં થોડા ટીપાં પડવા. 

મોટેભાગે સ્ત્રીઓમાં બાળજન્મ, ગર્ભાવસ્થા અથવા મેનોપોઝ પછી જોવા મળે છે. 

  • વધારે પડતો અસંયમ:/ Overflow Incontinence:

આ નાના-થી-મધ્યમ લિકેજને સંદર્ભિત કરે છે જ્યારે વ્યક્તિ તેમના મૂત્રાશયને સંપૂર્ણપણે ખાલી કરી શકતા નથી. આ પ્રકારના અસંયમમાં, પેશાબ કરવાની ઇચ્છા હોવા છતાં, માત્ર થોડી માત્રામાં જ બહાર આવે છે. મૂત્રાશય ક્યારેય આખું ખાલી ન થતું હોવાથી તે વધુ પડતું ભરાઈ જાય છે, જેના કારણે થોડી-થોડી માત્રામાં સતત બહાર નીકળે છે.

મૂત્રાશયના નબળા મસલ અથવા મૂત્રાશયમાં અવરોધને કારણે થાય છે.

પેશાબની થોડી-થોડી માત્રામાં સતત અથવા અલગ-અલગ સમયાંતરે બહાર નીકળવામાં પરિણમે છે.

મોટે ભાગે ડાયાબિટીસ, મૂત્રાશય અવરોધ અથવા પ્રોસ્ટેટ સમસ્યાઓનો સામનો કરતા પુરુષોમાં જોવા મળે છે.  

  • ઉત્તેજના પર અસંયમ:/ Urge Incontinence:

આ મૂત્રાશય કેટલું ભરેલું હોય તેનું ધ્યાન રાખ્યા વગર પેશાબ કરવાની અચાનક, તીવ્ર અને અનિયંત્રિત જરૂરિયાતને સંદર્ભિત કરે છે. મૂત્રાશય અચાનક સંકુચિત થાય છે અથવા ખેંચાય છે, પેશાબ ઝડપથી બહાર નીકળી જાય છે અને લિકેજ થાય છે.

મૂત્રાશયના મસલ્સ અથવા તેને નિયંત્રિત કરતી ચેતાના નબળા પડવાના કારણે આવું બને છે.

વિવિધ પ્રમાણમાં અચાનક લિકેજ થવાના પરિણામો, ખાસ કરીને રાત્રિ દરમિયાન.

આ ઘણીવાર વૃદ્ધ લોકોમાં જોવા મળે છે; જેઓ પ્રોસ્ટેટ કેન્સર, ડાયાબિટીસ અથવા મલ્ટિપલ સ્ક્લેરોસિસથી ગ્રસિત હોય છે.

  • ગર્ભાવસ્થા પર અસંયમ:/ Pregnancy Incontinence: 

ગર્ભાવસ્થા પર અસંયમ એ એક સામાન્ય સમસ્યા છે જે ઘણી સગર્ભા માતાઓને પ્રભાવિત કરે છે. તે થોડા ટીપાં અથવા મોટી માત્રામાં પેશાબના લિકેજના સ્વરૂપમાં હોઈ શકે છે.

જેમ-જેમ તમારા બાળકનું વિકાસ થાય છે તેમ-તેમ, ગર્ભાશય તમારા મૂત્રાશય પર દબાણ વધારે છે. આ દબાણ વધુ પડતા સક્રિય મૂત્રાશયનું કારણ બને છે, જે રીસાવ્નું કારણ બને છે. ગર્ભાવસ્થાના હોર્મોન્સ (ખાસ કરીને પ્રોજેસ્ટેરોન) પણ અસંયમનું કારણ બની શકે છે. તેઓ તમારા મૂત્રાશય અને મૂત્રમાર્ગમાં મસલ્સને શિથિલ કરે છે, પેશાબના પ્રવાહને રોકવાનું મુશ્કેલ બનાવે છે.

આ પ્રકારની અસંયમ ઘણીવાર બાળજન્મ પછી દૂર થાય છે. જો કે, કેટલીક સ્ત્રીઓને આનો અનુભવ ચાલુ રહી શકે છે. લક્ષણોને નિયંત્રિત કરવા માટે આને વધુ સારવારની આવશ્યકતા હોય છે.

  • કાર્યાત્મક અસંયમ:/ Functional Incontinence: 

કાર્યાત્મક અસંયમ એ પેશાબની અસંયમનો એક પ્રકાર છે જ્યાં સમસ્યા મૂત્રાશયની જ નથી. તે શારીરિક અથવા માનસિક મર્યાદાઓની પણ છે જે કોઈ વ્યક્તિને સમયસર બાથરૂમમાં જવાથી અથવા શૌચાલયનો પ્રભાવી રીતે ઉપયોગ કરતા રોકે છે.

કાર્યાત્મક અસંયમના કારણોમાં શારીરિક મર્યાદાઓ સામેલ હોય છે જેમ કે ચાલવામાં, કપડાં પહેરવામાં અથવા કપડાં ઉતારવામાં મુશ્કેલી, નબળી દ્રષ્ટિ, સંધિવા, મસલ્સની નબળાઇ, અથવા પાર્કિન્સન રોગ, અને ઉન્માદ અથવા અલ્ઝાઇમર રોગ જેવી પરિસ્થિતિઓને કારણે જ્ઞાનાત્મક ક્ષતિ થાય છે.

આ પ્રકારની અસંયમ મોટે ભાગે વૃદ્ધ વયસ્કોમાં જોવા મળે છે. આને ગતિશીલતાની મદદ પ્રદાન કરીને, બાથરૂમમાં સરળતાથી પહોંચવા માટે પર્યાવરણમાં ફેરફાર કરીને અને શૌચાલયના સમયપત્રકને અમલમાં લાવીને નિયંત્રિત કરી શકાય છે.

  • તનાવ પર અસંયમ / Stress Incontinence:

તનાવ હેઠળ પેટના દબાણમાં વધારો થવાને કારણે (નબળા પેલ્વિક ફ્લોર મસલ્સ)

  • ઉત્તેજના પર અસંયમ/ Urge Incontinence: 

મૂત્રાશયના મસલ્સના અનૈચ્છિક સંકોચનને કારણે

  • વધારે પડતા અસંયમ/ Overflow Incontinence: 

મૂત્રમાર્ગના અવરોધને કારણે

  • ન્યુરોજેનિક અસંયમ/ Neurogenic Incontinence: 

નર્વસ સિસ્ટમના વિક્ષેપિત કાર્યને કારણે

શું હું મારી જાતે પેશાબના લિકેજનું સંચાલન કરી શકું છું?/ Can I manage urine leakage by myself? 

હા! અહીં ઘણાં ઘરેલું ઉપચાર છે જેલિકેજને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, અથવા મૂત્રાશય અથવા પેલ્વિક ફ્લોર મસલ્સને તેમની પૂર્ણ ક્ષમતામાં કાર્ય કરવા માટે ફરીથી ટ્રેનિંગ આપી શકે છે. કેટલાક લોકપ્રિય નિમ્નલિખિત છે: 

  • પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ -/ Pelvic Floor Exercise- 

કેગલ્સ પેલ્વિક ક્ષેત્રના મસલ્સને ટાઇટ કરવામાં મદદ કરે છે, જેથી પેશાબની પ્રક્રિયા પર શરીરનું નિયંત્રણ ફરીથી બનતું રહે.

આ ઘરમાં કરવા માટેની સરળ કસરતો, માટે મસલ્સને સરળ ક્લેન્ચિંગ (જકડવું) અને અનક્લેન્ચિંગની આવશ્યકતા હોય છે જે પેશાબ કરતી વખતે પ્રવાહને રોકે છે અથવા નિયંત્રિત કરે છે. કેગલ વ્યાયામ પેલ્વિક મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે, ઉંમર વધવા, ગર્ભાવસ્થા, વગેરેને કારણે થટી શિથિલતાને દૂર કરે છે.

સામાન્ય પેલ્વિક ફ્લોર મસલ્સ / Normal Pelvic Floor Muscles

ઢીલા પેલ્વિક ફ્લોર મસલ્સ/ Loose Pelvic Floor Muscles 

  • મૂત્રાશયની ટ્રેનિંગ -/ Bladder Training-

આ પદ્ધતિમાં વ્યક્તિના મૂત્રાશયને સચેત રૂપે, ફક્ત આદેશ પર પેશાબ છોડવા માટે પુન: પ્રશિક્ષિત કરવું સામેલ છે, અચાનક તેના બદલે, ખેંચાણની પ્રતિક્રિયામાં કરવું. વ્યક્તિઓએ તેમના મૂત્રાશયને શૌચાલયના નિયત સમય સુધી પકડી રાખવું જોઈએ, અને પછી છોડવું જોઈએ; ધીમે ધીમે ટોઇલેટ બ્રેક વચ્ચેના અંતરાલોમાં વધારો કરવો સામેલ છે.

  • એડલ્ટ ડાઇપર -/ Adult Diapers-

ફ્રેન્ડ્સ એડલ્ટ ડાઇપર્સ કસરત કરતી વખતે, મુસાફરી કરતી વખતે, સૂતી વખતે અથવા કામ કરતી વખતે નાના-મોટા લિકેજને પકડીને લીક થવાના સતત ભયનો સામનો કરવામાં મદદ કરી શકે છે. આ શોષક પેન્ટ્સની અંદર થતી ગંધને નીકળવાથી અટકાવે છે અને લાંબા સમય સુધી ભીનાશ સાથે આવતા બેક્ટેરિયલ ચેપથી પણ રક્ષણ આપે છે.

શું મને પેશાબના લિકેજને નિયંત્રિત કરવા માટે સર્જરીની જરૂર છે?/ Do I need Surgery to manage Urine Leakage? 

જો પેશાબ પર અસંયમ માટે નોન-સર્જિકલ સારવારો જેમ કે ઉપર સૂચિબદ્ધ છે તે બધા તમારા માટે કામ ના નથી, તો તમે તમારા ડૉક્ટરથી સર્જિકલ માર્ગોના જોખમો અને લાભો વિશે ચર્ચા કરી શકો છો. આ સર્જરીમાં મોટે ભાગે અસંયમનું કારણ પેદા કરતી અંદરની અવસ્થાની સારવારનો સમાવેશ થાય છે, પરંતુ જો અપરિવર્તનીય હોય, તો તેનો ઉપયોગ અસંયમને દૂર કરવા માટે પણ થઈ શકે છે. સામાન્ય રીતે દર્દીઓ દ્વારા પસંદ કરવામાં આવતી કેટલીક સર્જરીઝ નિમ્નલિખિતનો સમાવેશ થાય છે:

  • પ્રોસ્ટેટ સર્જરી:/ Prostate Surgery- 

    તે એક વિકલ્પ છે કે જે વધતા પ્રોસ્ટેટથી પીડાતા પુરુષો કરાવી શકે છે. આ સ્થિતિમાં પ્રોસ્ટેટ, (જે એક નાની, અખરોટના કદની ગ્રંથિ હોય છે જે પુરુષોમાં જોવા મળે છે) તેના સામાન્ય કદ કરતાં વધુ વધતી જાય છે અને મૂત્રમાર્ગ (શરીરમાંથી પેશાબને બહાર કાઢતી નળી) સામે દબાવવાથી લિકેજ થાય છે. સર્જરીમાં પ્રોસ્ટેટ ગ્રંથિને (મોટાભાગે લેપ્રોસ્કોપિક) ઘટાડો/નિકાલ સામેલ હોય છે.
  • સ્લિંગ પ્રક્રિયા:/ Sling Procedure: 

    તણાવ પર અસંયમ સાથે કામ ધરાવતા લોકો માટે આદર્શ છે જ્યાં કૃત્રિમ સામગ્રી અથવા શરીરના પેશીઓમાંથી જાળીનો ઉપયોગ પેશાબ બહાર નીકળી ન જાય તેના માટે મૂત્રમાર્ગ (પેશાબ વહન કરતી નળી) ની જગ્યાએ રાખવા માટે કરવામાં આવે છે.
  • કૃત્રિમ પેશાબનું સ્ફિન્ક્ટર: / Artificial Urinary Sphincter:

    તમારા મૂત્રાશયના સ્ફિન્ક્ટર મસલ્સ પર ફરીથી નિયંત્રણ મેળવવામાં મદદ કરી શકે છે - માર્ગો ખોલવા અને બંધ કરવા માટે સર્ક્યુલર મસલ્સ.

જો મને પેશાબનો લિકેજ થતો હોય તો મારે મારી મુસાફરીનું આયોજન કેવી રીતે કરવું જોઈએ?/ How should I plan my travel if I deal with urine leakage?

દવાઓ માટે તમારા ડૉક્ટરની સલાહ લો:/ Consult your doctor for medications

આ સરળ ઉપાયો સાથે તમારી મુસાફરીનું આયોજન 

જો તમે ફ્લાઇટથી મુસાફરી કરો છો તો ગલીયારાની સીટ બુક કરો.

16 કલાકની સુરક્ષા માટે ફ્રેન્ડ્સ ડાઇપર્સ પહેરો. 

મુસાફરી પહેલા અને મુસાફરી દરમિયાન નીચેના પ્રવાહીને કાપો. 

ફ્રેન્ડ્સ એડલ્ટ ડાઇપર્સ.

સરળતાથી બદલી શકાય તેવા ઢીલા કપડા પહેરો.

તમારી ગંતવ્ય ભાષામાં ટોઇલેટ્સ અંગે લખેલ વાક્યાંશને જાણો.

જ્યારે જરૂર હોય ત્યારે મદદ લેવામાં કોઈ વાંધો નથી

તમારી મુસાફરી પહેલાં, અસંયમ લક્ષણોને સંચાલિત કરવામાં મદદ કરી શકે તેવી દવાઓની ચર્ચા કરવા માટે તમારા હેલ્થકેર પ્રદાતાનો સંપર્ક કરો. તમે તમારી મુસાફરી માટે સારી રીતે તૈયાર છો તેની ખાતરી કરવા માટે તેઓ ડોઝ અને સમય અંગે માર્ગદર્શન આપી શકે છે.

જરૂરી વસ્તુઓની ચેકલિસ્ટ બનાવો:/ Create a checklist of necessary items: 

શોષક ઉત્પાદનો, દવાઓ, કપડાં બદલવા અને ફ્રેન્ડ્સ અંડરપેડ્સ અથવા ફ્રેન્ડ્સ બેડ બાથ ટોવેલ જેવી સ્વચ્છતાની આવશ્યકતાઓ સહિતની એક ચેકલિસ્ટ તૈયાર કરો. લિસ્ટ રાખવાથી એ વાતની ખાતરી થાય છે કે તમે કોઈપણ આવશ્યક વસ્તુઓને ભૂલશો નહીં અને તમારી મુસાફરી દરમિયાન તણાવમુક્ત રહેવામાં મદદરૂપ થશે.

બાથરૂમમાં જવાની યોજના બનાવો: /Plan bathroom visits: 

તમારી મુસાફરી દરમિયાન ભલે તમને બાથરૂમ જવું ન હોય, તો પણ વ્યૂહાત્મક વિરામની યોજના બનાવવા માટે અગાઉથી બાથરૂમના સ્ટોપ્સ જોઇને રાખો. સક્રિય બાથરૂમ માટે વિરામ લેવાથી અનપેક્ષિત લિકેજને રોકવામાં મદદ મળી શકે છે અને ખાતરી કરો કે તમે તમારી સમગ્ર મુસાફરી દરમિયાન આરામદાયક રહો છો.

મુસાફરીના કદની સ્વચ્છતા કિટને સાથે રાખો: / Carry a travel-sized hygiene kit: 

વેટ વાઇપ્સ, હેન્ડ સેનિટાઇઝર અને તમને જરૂર પડી શકે તેવી અન્ય કોઈપણ વ્યક્તિગત સ્વચ્છતાની વસ્તુઓ સાથે નાનું કિટ પેક કરો. આ કિટ ખાતરી કરે છે કે તમે ઝડપી સફાઈ અને કોઈપણ તાત્કાલિક જરૂરીયાતો માટે તૈયાર છો.

તમારી બેગમાં વધારાની અન્ડરવેર સામેલ કરો: / Include spare underwear in your bag: 

તમારી ઉપાડવાની અથવા દિવસની બેગમાં અન્ડરવેરના થોડા વધારાના જોડી પેક કરો. જો તમારે બદલવાની જરૂર હોય તો આ એક સરળ અને ઝડપી સમાધાન પ્રદાન કરે છે, જે તમારી મુસાફરી દરમિયાન આરામ અને આત્મવિશ્વાસ જાળવી રાખવા દે છે.

એડલ્ટ ડાઇપર્સનો સ્ટોક કરો: / Stock up on adult diapers: 

ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન વધારાની સુરક્ષા માટે, ફ્રેન્ડ્સ એડલ્ટ ડાઇપર્સનો ઉપયોગ કરવાનું વિચારો. તેઓ 16 કલાક સુધી વિશ્વસનીય શોષણ પ્રદાન કરે છે અને સદંતર અસંયમનું સંચાલન કરવા માટે એક સમજદાર સમાધાન હોઈ શકે છે.

હાઇડ્રેટેડ રહો, પરંતુ સેવનનું સંચાલન કરો:/ Stay hydrated, but manage intake: 

ખાસ કરીને મુસાફરી પહેલાં, હાઇડ્રેશન આવશ્યક છે પરંતુ તમારા પ્રવાહીના સેવનનું ધ્યાન રાખો. કેફીન અને એસિડિક ડ્રિન્ક્સનો વધુ પડતો વપરાશ ન કરો, કારણ કે આ મૂત્રાશયમાં બળતરા પેદા કરી શકે છે અને તાકીદમાં વધારો કરી શકે છે.

યોગ્ય વસ્તુઓ ખાઓ: / Eat right: 

સંતુલિત આહાર જાળવો અને અસંયમના લક્ષણોને વધુ ખરાબ કરી શકે તેવા ખોરાક અને પીણાંનું સેવન ન કરો. મસાલેદાર ખોરાક અને કૃત્રિમ મીઠાસ વાળી વસ્તુઓ, મૂત્રાશયમાં બળતરા પેદા કરી શકે છે, તેથી તમારી આહાર પસંદગીઓ વિશે સચેત રહો. 

જીને કે હૈં ચાર દિન, બાકી હૈ બેકાર દિન! તેથી તણાવ ન કરો અને તમારી મુસાફરીનો આનંદ માણો. યોગ્ય આયોજન સાથે, યોગ્ય માનસિકતા અને આ ઉપાયો અનુસરીને તમે તમારી મુસાફરીને આત્મવિશ્વાસ સાથે નેવિગેટ કરી શકો છો, ખાતરી કરો કે અસંયમ તમારી મુસાફરીના આનંદને રોકે નહીં. મુસાફરી માટે શુભેચ્છા! 

તમારી મુસાફરી માટે ખરીદવાના યોગ્ય ફ્રેન્ડ્સ પ્રોડક્ટ શું છે?  

શું તમે તમારી ટ્રાવેલ બકેટલિસ્ટનો સામનો કરવા તૈયાર છો? અહીં કેટલાક ફ્રેન્ડ્સ પ્રોડક્ટ છે જે તમારી સમગ્ર મુસાફરી દરમિયાન તમારા વિશ્વાસુ સાથી બની શકે છે!

તમારી મુસાફરી માટે ખરીદવાના યોગ્ય ફ્રેન્ડ્સ પ્રોડક્ટ શું છે?                  

શું તમે તમારી ટ્રાવેલ બકેટલિસ્ટનો સામનો કરવા તૈયાર છો? અહીં કેટલાક ફ્રેન્ડ્સ પ્રોડક્ટ છે જે તમારી સમગ્ર મુસાફરી દરમિયાન તમારા વિશ્વાસુ સાથી બની શકે છે!

  • પુરૂષો અને સ્ત્રીઓ માટે અલ્ટ્રાથિન્ઝ સ્લિમ ફીટ ડ્રાયપેન્ટ્સ -/ Ultra thinz Slim fit Dry Pants for Men and Women-

જો તમે બાંદ્રાથી ચર્ચગેટ સુધી કામ માટે મુસાફરી કરી રહ્યાં હોવ તો તમે આ એડલ્ટ ડાઇપર્સપેન્ટ્સ અજમાવી શકો છો. આ ટૂંકી મુસાફરી દરમિયાન જ્યારે તમને લોકલ ટ્રેનમાં ભીડમાં ધક્કો મારવામાં આવે અથવા જ્યારે તમે છીંક ખાઓ, ઉધરસ ખાઓ, હસો અથવા બેસી જાઓ ત્યારે તમે ક્યારેક થોડી માત્રામાં પેશાબ (અંદાજે 10 મિલી) કાઢો છો. તમે દરરોજ તમારા કપડાની નીચે આ સુપર સ્લિમ ડ્રાય પેન્ટ્સ પહેરી શકો છો, પછી ભલે તમને ટ્રાઉઝર, સ્કર્ટ અથવા સાડી ગમતી હોય તો પણ પહેરી શકો છો!

  • ક્લાસિક ડ્રાય પેન્ટ્સ -/ Classic Dry Pants- 

જો તમે મુંબઈથી પુણે સુધી રોડવેઝ દ્વારા મુસાફરી કરી રહ્યાં હોવ જે 3 કલાકના અંતરે છે તો ક્લાસિક ડ્રાય પેન્ટ્સ તમારી મદદ કરે છે. તમે ડાયાબિટીસથી પીડિત હોઈ શકો છો અથવા તમને પેશાબને નિયંત્રિત કરવાની સમસ્યાઓ હોઈ શકે છે તેથી જ્યારે તમે સમયસર શૌચાલયમાં ન પહોંચો, ત્યારે તમે દર વખતે લગભગ 100 મિલી પેશાબ કરી શકો છો.

  • પ્રીમિયમડ્રાય પેન્ટ્સ -/ Premium Dry Pants- 

જ્યારે તમે મુંબઈથી ગોવા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હોવ જે લગભગ 9 કલાકના અંતરે છે ત્યારે પ્રીમિયમ ડ્રાય પેન્ટ્સ પહેરો. તમને ભારે પેશાબ લિકેજની સમસ્યા છે (અંદાજે 300 મિલી) અને ડાઇપર્સ2-3 વખત પૂર્ણપણે ભરાઈ શકે છે.

  • આખી રાત માટે ડ્રાયપેન્ટ્સ -/ Overnight Dry Pants- 

ફ્રેન્ડ્સ ઓવરનાઇટ ડ્રાય પેન્ટ્સ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને મુસાફરી માટે એવા લોકો માટે બનાવવામાં આવે છે કે જેઓ તેમની જાણ વિના અથવા જ્યારે તેઓ ઊંઘતા હોય ત્યારે ભારે પેશાબનો લિકેજ (અંદાજે 500 મિલી) અનુભવે છે. અથવા જે લોકો ફક્ત સાર્વજનિક શૌચાલયની ઝંઝટનો સામનો કરી શકતા નથી એવા લોકો માટે બનાવવામાં આવે છે.

એડલ્ટ ડાઇપર્સવિશે જાણવા જેવી કેટલીક બાબતો: / A few things to know about Adult Diapers: 

  • યોગ્ય કદ:/ Right Size: 

તમારી જાતે ડાઇપર્સનું યોગ્ય કદ શોધવું એ અસંયમ સામેની અડધી લડાઈ જીતવા જેવું છે! એવી કદનું ડાઇપર્સમેળવો જે આરામથી ફિટ થઈ જાય. ઢીલું ડાઇપર્સલીક થાય છે અને ખરેખર ચુસ્ત ડાઇપર્સતમારા રક્ત પ્રવાહને પ્રતિબંધિત કરી શકે છે.

  • શોષણ:/ Absorption: 

શોષક ડાઇપર્સતમને ભીનાશ અને બદલામાં બેક્ટેરિયલ ચેપ, ચકામા અને અગવડતાથી દૂર રાખી શકે છે. કોઈપણ ઓવરફ્લો રોકવા માટે તમે અનુભવો છો તે લિકેજ મુજબ વિવિધ પ્રકારના ડાઇપર્સનો વિચાર કરો.   

  • ભારેપણું:/ Heaviness: 

ડાઇપર્સ2-3 નોંધપાત્ર લિકેજના ચક્ર પછી ભારે થઈ જાય છે! આ એટલા માટે છે કારણ કે ડાઇપર્સપ્રવાહીથી છૂટો થતો નથી એટલે ભીનો રહે છે, તે ફક્ત તેને જેલના સ્વરૂપમાં ફેરવે છે અને તેને પોતાની અંદર રાખે છે. તેથી, જ્યારે તમે ભીનાશ અનુભવી શકતા નથી, ત્યારે તમારું ડાઇપર્સથોડું વજનમાં ભારે થઈ શકે છે.

  • ઓવરવેર:Overwear

ડાઇપર્સવધારે પહેરવું એ ખરાબ નિર્ણય છે. તમારી પસંદગીના ફ્રેન્ડ્સ એડલ્ટ ડાઇપર્સપર ઉલ્લેખિત માર્ગદર્શિકાનું પાલન કરો જેથી તમે કોઈપણ લિકેજ કે છાંટા વગર પહેરવાનો આનંદદાયક અનુભવ મેળવી શકો.

  • નિકાલ:/ Disposal: 

ડાઇપર્સને તેના પર રોલ કરીને નિકાલ કરો અથવા જો તેમાં મળ દ્રવ્ય હોય તો તેને પહેલા શૌચાલયમાં ખાલી કરો. આ રોલ કરેલ ડાઇપર્સને અખબારમાં અથવા પ્લાસ્ટિકની થેલીમાં ઢાંકી દો, પછી કચરાપેટીમાં ફેંકી દો.

અસંયમ/આકસ્મિક પેશાબના લિકેજ સાથે જીવવું/ Living with Incontinence / Accidental Urinary Leakage-

અસંયમ સાથે રહેવું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારથી એવું લાગે છે કે તમે જાતે જ લડાઈ લડી રહ્યા છો. બાથરૂમમાં સતત જવું, પીડા અને અકળામણ તમારા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. પરંતુ યાદ રાખો, તમે આમાં એકલા નથી. હેલ્થકેર પ્રોફેશનલ્સ અને તમારા પ્રિયજનો પાસેથી સમર્થન મેળવો. તમારી જેમ સમાન સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યાં હોય તેવા લોકોને શોધવા માટે સમર્થન જૂથોમાં જોડાઓ. મિત્રો આ પ્રવાસને સરળ બનાવવા અને તમને માર્ગદર્શન આપવા અને સમર્થન આપવા માટે અમારા 1800 266 0640 😊 ટોલ-ફ્રી નંબર પર માત્ર એક કૉલ કરો અને માર્ગદર્શન માટે અમે હંમેશા હાજર છીએ. 

વારંવાર પૂછાતા પ્રશ્નો/ FAQ’s 

શું ડાઇપર્સપહેરવાથી ફોલ્લીઓ થાય છે?/ Will wearing Diapers cause Rashes? 

ફ્રેન્ડ્સ એડલ્ટ ડાઇપર્સજેવી બ્રાન્ડ દ્વારા બનાવેલા સારા ડાઇપર્સ પહેરવાથી ફોલ્લીઓ નહીં થાય! ફ્રેન્ડ્સ ડાઇપર્સ ઉચ્ચ ગુણવત્તાની સુતરાઉ તંતુમય સામગ્રી વડે બનાવવામાં આવે છે જે ત્વચામાં બળતરા પેદા કરતું નથી અથવા ત્વચાને ઘસી નાખતું નથી. લિકેજ તરત જ શોષાય છે અને ત્વચા લાંબા સમય સુધી ભીનાશના સંપર્કમાં રહેતી નથી તેની ખાતરી કરીને તેઓ અત્યંત શોષક પણ છે.

શું ડાઇપર્સમોંઘા હોય છે?/ Are Diapers expensive?

ના! ફ્રેન્ડ્સ ડાઇપર્સ ₹50 થી શરૂ થતા અને ₹71 પ્રતિ પીસ સુધીના વ્યાપક ભાવ સ્પેક્ટ્રમમાં ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત સાથે મેળ ખાતા ડાઇપર્સ ખરીદી શકો છો. લિકેજ અને છાંટાના માનસિક ત્રાસનો સામનો કરવા કરતાં સારા ડાઇપર્સમાં રોકાણ કરવું બહેતર છે. 

જીવનશૈલીની કઈ સમસ્યાઓ છે જે મારા પેશાબના લિકેજને વધુ ખરાબ કરી શકે છે?/ What are Lifestyle issues that can worsen my Urine leakage? 

જીવનશૈલીની કેટલીક આદતો જેમ કે ધૂમ્રપાન, મદ્યપાન, મસાલેદાર ખોરાક, ખાટાં ફળો, કેફીનયુક્ત ખોરાક અને ડ્રિન્ક્સ અને વજનને નિયંત્રિત ન કરવાને કારણે પેશાબના લિકેજની સમસ્યાઓ વધુ ખરાબ બનાવી શકે છે.

આકસ્મિક પેશાબના લિકેજ સાથે મોટું પ્રોસ્ટેટ કેવી રીતે જોડાયેલું છે?/ How is having an enlarged prostate linked to accidental urine leaks? 

પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં મૂત્રાશયની નીચે સ્થિત છે અને નળીના ઉપરના ભાગને ઘેરી લે છે જે મૂત્રાશય (મૂત્રમાર્ગ) માંથી પેશાબને બહાર કાઢે છે. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય છે, ત્યારે તે મૂત્રમાર્ગને સંકુચિત કરી શકે છે. આ સંકોચન મૂત્રાશયને સંપૂર્ણપણે ખાલી કરવામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે, મૂત્રાશયની દિવાલો પર દબાણ વધારી શકે છે. સમય જતાં, ખાસ કરીને મૂત્રાશય પર તાણ મૂકતી પ્રવૃત્તિઓ, જેમ કે ઉધરસ અથવા વજન ઉપાડતી વખતે આ વધતું દબાણ અનૈચ્છિક પેશાબના લિકેજને વધારી શકે છે.

જો તમે અથવા તમારા કોઈ પ્રિયજનને પેશાબના લિકેજનો અનુભવ થતો હોય તો તેમને તાત્કાલિક ડૉક્ટરને મળવાનું કહો, કારણ કે આના કારણે પ્રોસ્ટેટનું વિસ્તરણ થઈ શકે છે.

To get updated on the latest stories across categories choose